કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને નવા પ્રમુખ મળી જશે.હાલ આ ચૂંટણીમાં અશોક ગહેલોતનું નામ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી લડવા તૈયાર છે પણ તેમણે ફરી એકવાર રાહુલ ગાંધીને આ પદ સ્વીકારવાની અપીલ કરી હતી.ગહેલોત રાહુલ ગાંધીને પ્રમુખ બનાવા માટે પહેલાથી કહેતા આવ્યા છે પરંતુ તેમણે એમ પણ કહ્યું કે જો પાર્ટીને તેમની જરૂરત જણાશે તો તેઓ તેનો ઇનકાર કરશે નહીં . ગેહલોત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં બેઠક કરશે.અશોક ગહેલોત એ કહ્યું કે હું ફરી એકવાર રાહુલ ગાંધીને અપીલ કરીશ કે તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે પદ સંભાળે.હાલ રાહુલ ગાંધી “ભારત જોડો યાત્રા” માં છે અને આખા દેશમાં ભારત જોડો યાત્રા કરવાના છે .આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાના કારણે તેઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પણ કરશે.અશોક ગહેલોત જો પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો તેનો સીધો ફાયદો સચિન પાયલટનો થશે.સચિન પાયલટ ને રાજસ્થાનના CM બનાવામાં આવશે તે નક્કી છે.આમ સચિન પાયલટ ને લોટરી લાગી શકે છે