
- યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા, ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે આ વખતે પણ શરૂઆતમાં મેધરાજા ની એન્ટ્રી ધમાકેદાર થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ ખેડૂતોએ વાવેતર કરવાની તૈયારીઓ કરી દીધી હતી પરંતુ તે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેચાતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાએંધાણ સર્જાઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કોરોનાવાયરસ ની મહામારી અને ગત વર્ષે પડેલા નહિવત વરસાદ ના કારણે પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં જગત નો તાત ચિંતા માં મુકાયો છે ..