બનાસકાંઠા જીલ્લા ના સરહદ ના છેવાડે આવેલા સુઈગામ તાલુકા ના ધેચાણા ગામે પાણી ની બુમરાડ ઉઠવા પામી છે.જેને લઈને આજરોજ ધેચાણા ગ્રામજનો સુઈગામ પ્રાંત કલેકટર ને આવેદન પત્ર પાઠવી વહેલા તકે પાણી પહોચાડવામાં આવે તેવી માંગ કરી હતી.જેમાં આવેદન પત્ર માં જણાવ્યા મુજબ કટાવ બોર થકી મોરવાડા ગામ થઇ ને ધેચાણા ગામ માં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ છેલ્લા ૨ વર્ષ થી ટેકનીક ખામી અથવા તો પાણી પુરવઠા અધિકારી તેમજ કોન્ટ્રાકટર ની બેદરકારી ને લઈને ૩૫૦૦ જેટલા ગ્રામજનો તેમજ ૪ હજાર જેટલા પશુ ધન હેરાન પરેશાન થઇ ગયા છે.સબંધિત અધિકારી ઓ ને પીવાના પાણી ની સમસ્યા નિવારવા લેખિત રજુઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા કે કાર્યવાહી થઇ નથી.વધુ માં આગામી ૫ દિવસ માં પીવાના પાણી નો કાયમી ઉકેલ નહિ આવેતો ના છુટકે ગ્રામજનો શુક્રવારે તાલુકા પંચાયત ખાતે ભૂખ હડતાળ પર ઉતરવા ચીમકી ગ્રામજનો ઉચ્ચારી હતી.