કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત” અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાથી મેલેરિયા રોગનું નિર્મૂલન કરવા માટે વર્ષ ૨૦૧૭ થી “મેલેરિયા મુક્ત ગુજરાત” અભિયાન અમલમાં છે. જે અંતર્ગત તા. ૩૦/૦૭/૨૦૨૨ના રોજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ ખાતે મેલેરિયા મુક્તિ અંગે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં જે. આર. સામરિયા, ચેરમેન, એસ. આર. સી. એ તમામને આવકારેલ. ત્યારબાદ મહાવિધ્યાલયના આચાર્યશ્રી ડો. વી. એમ. મોદીએ મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર પરિબળો વિષે વિગતવાર ચર્ચા કરેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલ ખાતે ફરજ બજાવતા શ્રી લાખનભાઈ પરમારે વિધાર્થીઓને મેલેરિયાનો ફેલાવો કરતાં મચ્છરોના લાર્વા, પ્યુપા અને મચ્છર બનવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરેલ. શ્રી પરમારે મેલેરિયા નાબૂદી માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ વિષે સહુને માહિતગાર કરેલ. ત્યારબાદ મહાવિધ્યાલય ખાતે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં રાયણ, જાંબુ, સીતાફળ અને જામફળ જેવા ફળાઉ વૃક્ષો વાવવામાં આવ્યા. જે. આર. સામરિયાએ વિધાર્થીઓને સ્વચ્છતા શપથ અપાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. વિધ્યાર્થીઓએ મહાવિધ્યાલય તેમજ હોસ્ટેલ ખાતે મચ્છરોના સંભવિત ઉત્પત્તિ સ્થાન શોધી યોગ્ય પગલાં લીધા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન તેમજ સંચાલન આચાર્યશ્રી ડૉ. વી. એમ. મોદીની રાહબરી હેઠળ શ્રી જે. આર. સામરીયા અને મહાવિધ્યાલયની ટિમ દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *