ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા નવસારી ખાતે જાહેર જગ્યાએ એસટી ડેપો સર્કલ જેવા વિસ્તારમાં માસ્ક વિતરણ કાર્યક્રમ પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના મહામારીમાં માસ્ક વગર રોજિંદા કાર્યો માટે જતા રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે એસટી ડેપોના મેનેજર, મીડિયા કર્મીઓના સહકારથી સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક ફરજિયાત પહેરે એ માટે લોક જાગૃતિ આવે તેવી અપીલ કરવામાં આવી હતી આ કાર્યમાં ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી જીતેન્દ્ર પરમાર, ઉપપ્રમુખશ્રી મહેશભાઈ વસાવા, કારોબારી સભ્યશ્રી આશિષ ગાંધી, કારોબારી સભ્ય અને સુરત જિલ્લા ચિત્રશિક્ષક સંઘના પ્રમુખશ્રી મયુરભાઈ આડમાર, અન્વેષકશ્રી ભરતકુમાર પટેલ , સુરત જિલ્લા (ગ્રામ્ય) ચિત્રશિક્ષક સંઘના પ્રમુખશ્રી ધર્મેશભાઈ શિરોહિયા, કારોબારી સભ્યશ્રી જીલ હિરાણી, ખજાનચી હેતલ પટેલ, કારોબારી સભ્યશ્રી મુકેશ ત્રિવેદી, સુરત જિલ્લા ચિત્રશિક્ષક સંઘના હોદ્દેદારશ્રી અશોકભાઈ ટંડેલ, કારોબારી સભ્યશ્રી અપેક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા ચિત્રશિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી જયરાજ પટેલ, નવસારી જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ગૌતમભાઈ પટેલ, તેમજ ચિત્રશિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી કોરોના મહામારી ને નાથવા માટે એક સુંદર કામગીરી મહામંડળ દ્વારા કરવામાં આવી હતી અને લોકોને ઘરની બહાર ન જવા તેમજ જો ઘરની બહાર જવાનું થાય તો માસ્ક ફરજિયાત પહેરવા, સેનિટાઈઝરથી હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી.
આજના આ સુંદર કાર્યક્રમ માં હાજર રહી સહભાગી બનવા બદલ તમામ મિત્રોનો ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્યના મંત્રી જીતેન્દ્ર પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.
ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા નવસારી ખાતે જાહેર જગ્યાએ એસટી ડેપો સર્કલ જેવા વિસ્તારમાં માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો …

Leave a Comment