એક બાજુ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની મોટી ઘટ વર્તાઈ રહી છે,અને સરકાર નવી નવી શિક્ષણ નીતિઓ બહાર પાડી શિક્ષણમાં સુધાર લાવવાની કોશિશ કરે છે,પરંતુ શિક્ષણનું સ્તર સુધારવા માટે શાળામાં પૂરતા શિક્ષકો સાથે ભૌતિક સુવિધાઓ સજ્જ હોવું જરૂરી છે,પણ જે શાળામાં પૂરતા શિક્ષકો નથી કે પૂરતી ભૌતિક સુવિધાઓ અભાવ વચ્ચે શાળા ના બાળકોને ભણવા માટે કયા જવું…
સૂઇગામ તાલુકાના નવાપૂરા પ્રાથમિક શાળા ના બાળકોને ભણવું શે પણ ખખડધજ શાળાનું બિહામણુ રૂપ જોઈ ગામના બાળકો અને વાલીઓ શાળામાં મૂકતા ડરે છે. દુઃખની વાત એ છે કે શાળાની બાલિકાઓ માટે લેડીઝ બાથ રૂમ કે ટોયલેટ નથી . ટોયલેટ બાથ ખખડધજ જૂનું જર્જરીત હાલતમા જોવા મળે છે.. ધસી પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર ?… શાળાની બાલિકાઓ ને ભણવું છે પણ ખંડેર ઓરડાઓ શિક્ષણ લેતા વિઘાર્થીઓ ગભરાય છે જેથી શાળાએ બાળકો આવતા ખચકાય છે.

સુઇગામ રાધનપુર હાઇવે રોડ પર આવેલ 2000ની વસ્તી ધરાવતા નવાપુરા ગામની પ્રાથમિક શાળાની વાત છે,સુઇગામ તાલુકામાં એક સમય માં શિક્ષણમાં એક્કો ગણાતા નવાપુરા ગામની પ્રાથમિક શાળાની દુર્દશા હાલત ખુબ દયનિય છે,
2015/017 ના આવેલા ભયંકર પુર બાદ ગામમાં ચારે દિશાએ ભયંકર ક્ષાર જોવા મળે છે, એમાંય ગામ નજીકની આવેલી પ્રાથમિક શાળા હાલત સૌથી વધુ દયનીય છે.શાળામાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી શાળાની કમ્પાઉન્ડઅને દિવાલો ખારા પાણીથી જર્જરીત થઈ ગઈ છે. તો શાળાનું રમતનું મેદાન ખારા પાણી થી તરબોળ જોવા મળી રહ્યું છે, બાળકોના કાદવમાં પગ ફસાતા, બાળકોના પગના ભાગે ફૂગ લાગે છે. શાળામાં ધો.1 થી 8માં 130 બાળકો વચ્ચે 8 શિક્ષકોના મહેકમ આવેલું છે જ્યાં 4 શિક્ષકો સામે 3 શિક્ષકોની ઘટ જોવા મળી. શાળાના 4 સીંટેક્ષના રૂમો તૂટીને જર્જરીત હાલતમાં જોવા મળે છે. જેને લઈ ધોરણ 1થી5 ના બાળકોને ખુલ્લામાં પ્રાથના સેડમાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે શિયાળો હોય, ઊનાળો, ચોમાસમાં બાળકોની સ્થતિ દયનીય બની છે જેથી બાળકોની સંખ્યામાં ઘટ જોવા મળે છે.

2015 અને 2017 ના વરસાદી પુર વખતે શાળામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડ વોલ પણ ડેમેજ થઈ થયા છે.જેને તત્કાલીન શાળાના આચાર્યએ બનાસકાંઠા જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી ની કચેરીઓમાં લેખિત જાણ કરેલ છે.
ગામ ના સરપંચે મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરી જાણો
ગામના યુવા ઉત્સાહ સરપંચ પીરાભાઈ બાંભણીયાએ દ્વારા જાણવા મળ્યું કે પ્રાથમિક શાળા સંપૂર્ણ ડેમેજ છે,નવીન પ્રાથમિક શાળા તાત્કાલિક બનાવી આપવા માટે મુખ્યમંત્રી ના સ્વાગત ફરિયાદ નિવારણમાં પણ લેખિત રજુઆત કરી છે, ગામ સરપંચે તાકીદે જરૂરિયાત મુજબ નવાપૂરા પ્રાથમિક શાળા ના નવીન રૂમો મંજુર નહિ થાય તો વાલીઓ અને ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(2000 ની વસ્તી ધરાવતા સુઇગામ તાલુકાના નાનકડા નવાપુરા ગામમાં 5 ડોકટર,2 કલાસ 1 અધિકારીઓ, 4 કલાસ 2 અધિકારીઓ,6 શિક્ષકો,તલાટી,પોલીસ,આર્મી,BSF, એસ.આર.પી.પોલીસ,વકીલ,એન્જીનિયરો સહિત 80 જેટલા સરકારી કર્મચારીઓ અને વ્યાવસાયિકો છે,જે તમામે નવાપુરા પ્રાથમિક શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લીધેલું છે,પરંતુ અત્યારે આ શાળાની હાલત સાવ દયનિય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.)