બનાસકાંઠા જીલ્લા ના અંબાજી ખાતે ગ્રીન કવચ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે કરાયું  

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ મિશન લાઇફ અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી-વૃક્ષોનું વાવેતર-જતન-સંવર્ધન કરીને ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ગુજરાતને ગ્રીન ગ્રોથ-હરિત વિકાસની નવી ઊંચાઇએ લઇ જવું છે.

તેમણે ક્લાયમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ જતનની લડાઇ લડીને આપણી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧૦ હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version