
લાંબા સમય થી જેની રાહ જોવાઇ રહી હતી એનો હવે અંત આવી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ચોથી વાર IPL 2021 ચેમ્પિયન બની ચૂક્યુ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને ફાઇનલ મેચમાં હરાવીને ધોની (Dhoni) ની ટીમ વિજેતા બની હતી. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પરંતુ રન ચેઝ કરવામાં તેની ટીમ નિષ્ફળ નિવડી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઇએ 193 રનનો પડકાર 3 વિકેટે કોલકાતા સામે રાખ્યો હતો. જવાબમાં 9 વિકેટ ગુમાવીને 165 રન કોલકાતાએ કર્યા હતા. આમ 27 રને ચેન્નાઇનો વિજય થયો હતો