ડીસા પાસે બનાસ નદીમાં ગઈકાલે મોડી સાંજે નાહવા પડેલા વધુ બે યુવકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા જેમાં માલગઢ પાસે નદીમાં ન્હાવા જતા દિનેશ માળી નામનો 30 વર્ષીય યુવક ડૂબી ગયો હતો જ્યારે મહાદેવીયા પાસે પણ નદીમાં નાહવા પડેલા વિનાજી ઠાકોર નામનો આધેડ પાણીના વમણ માં ફસાઈ જતા ડૂબી ગયો હતો બનાવને પગલે મામલતદાર સહિત તંત્રની ટીમો તાત્કાલિકના ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી જોકે મોડી રાત સુધી એક પણ વ્યક્તિ ની લાશ મળી આવી ન હતી જ્યારે આજે બંને મૃતકો ની લાશ પાણીમાં તરતી મળી આવી હતી ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતકોની લાશ ને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં હતી. ઘટનાને પગલે મૃતકના સગા સંબધીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા