ભારત સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની નિકાસને હવે ‘પ્રતિબંધિત’ માલની શ્રેણીમાં મૂકવામાં આવી છે. તેનું એક મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં થયેલો વધારો છે.ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ શુક્રવારે સાંજે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને સરકારના આ નિર્ણયની જાણકારી આપી હતી. જો કે, નિકાસ ઓર્ડર કે જેના માટે 13 મે પહેલા લેટર ઓફ ક્રેડિટ જાહેર કરવામાં આવી છે તેને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.દેશમાં ખાદ્યપદાર્થોની કિંમતોને અંકુશમાં રાખવા, ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જરૂરિયાતમંદ વિકાસશીલ અને પડોશી દેશો (ખાસ કરીને શ્રીલંકા કટોકટીને ધ્યાનમાં રાખીને) સરકારે આ નિર્ણય લીધો છે.સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ઘઉંની નિકાસ તે દેશો માટે શક્ય બનશે, જેના માટે ભારત સરકાર પરવાનગી આપશે. આ અંગે સરકાર જરૂરિયાતમંદ વિકાસશીલ દેશોની સરકારની વિનંતીના આધારે નિર્ણય લેશે જેથી ત્યાં પણ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ‘ભારત સરકાર પડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને એવા દેશો કે જ્યાં વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં આ અચાનક ફેરફારની વિપરીત અસર થઈ છે અને તેઓ ઘઉંનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે.
ઘઉંના ભાવ દરેક જગ્યાએ વધી રહ્યા છે
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંના ભાવમાં ભારે વધારો થયો છે. રશિયા અને યુક્રેન ઘઉંના મુખ્ય ઉત્પાદકો છે અને યુદ્ધે આ દેશોમાંથી પુરવઠો ખોરવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં લગભગ 40%નો વધારો થયો છે. સ્થાનિક બજારમાં ઘઉં અને લોટ પણ મોંઘા થયા છે.જો આપણે સરકારના છૂટક ફુગાવાના આંકડા પર નજર કરીએ તો એપ્રિલમાં ઘઉં અને લોટ કેટેગરીના ફુગાવાનો દર 9.59% રહ્યો છે. આ માર્ચના 7.77%ના દર કરતાં વધુ છે. જ્યારે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55% નો ઘટાડો થયો છે, કારણ કે ઘઉંની બજાર કિંમત હાલમાં સરકારના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા વધારે છે. સરકારે ઘઉંની MSP 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે