બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ચાંદરવા ગામ ખાતે પૌરાણિક ચિત્રોડ માતાજી ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી જે નિમિતે યજ્ઞ શાસ્તી દિનેશભાઈ દવે દ્વારા મંત્રોચાર કરી યજ્ઞ કર્યો હતો.તેમજ ધૂન ભજન કાર્યક્રમો યોજાયા હતા તે ઉપરાંત પ્રસાદ આરોગી ભક્તોએ ધન્યતા અનુભવી હતી .તેમજ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા ચાંદરવા ગામ ના સરપંચ સહીત યુવાનો મિત્રો ના સાથ સહકાર દ્વારા ભવ્ય આયોજન કરાયું.તેમજ રાત્રી દરમિયાન ગુજરાત ના નામાંકિત સાહિત્ય કલાકારો જેમાં દેવાયત ખાવડ ,કવીબેન રબારી સહીત બનાસ નો ધબકારો એવા દશરથદાન ગઢવી સહીત હાજર રહી ભક્તિ રસ અને લોક સાહિત્ય ની રમઝટ બોલાવશે.