
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ
સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ટડાવ ગામે શીતળા માતાજી ના મંદિર માં હજારો લોકો ની ભક્તો ભીડ ઉમટી હતી તેમજ શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી .જયારે આવતી કાલે સોમવારે અત્ર,તત્ર અને સર્વત્ર શ્રીકૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે. તહેવારોને મન ભરીને માણવા માટે લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે. દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શિવભકિતમાં લીન બન્યા છે. શ્રાવણ માસની પર્વમાળા અંતગર્ત રવિવારે પરંપરાગત રીતે શીતળા સાતમનું વ્રત ઉજવાયુ છે . આ પ્રસંગે શહેર અને જિલ્લામાં ચુલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરા બહેનોએ નિભાવી હતી.આજના દિવસે અગ્નિતત્વના અધિષ્ઠાતા દેવ સૂર્યની પૂજાનું પણ સવિશેષ મહત્વ છે. તેમજ માતા શીતળાની પૂજા અર્ચના કરવાનું ભારે મહત્વ હોય છે બહેનો દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું . છઠ્ઠના પર્વે રસોઈ કરી સાતમના પર્વે ચુલાની પૂજા કરવાની હોય આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્યસામગ્રી બનાવાતી નથી. આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે