યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
વાવ : સરહદી વાવ પંથક ના ભાચલી ગામે તળાવ માં ખોદકામ નું ટેન્ડર કોઈ ખાનગી સંસ્થા ને અપાયું છે .જે સંદર્ભે સંસ્થા ના લોકો દ્વારા મહિલા સરપંચ ની સંમતી બાદ કામગીરી ચાલુ કરવામાં આવી.પરંતુ સંમતી લઈને નીતિ નિયમો ને નેવે ચઢાવી સંસ્થા ના લોકો દ્વારા ગ્રામ તળાવ ની જમીન નું ખોદકામ કરી લોકો ને માટી વેચવાનું કામ ચાલી રહ્યું છે. જે મુદ્દે ભાચલી ના મહિલા સરપંચ એ અગાઉ વાવ મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને અરજી કરેલ છે .જેમાં સરપંચે માટી વેચાણ કરવા ના આક્ષેપો કરી કામ બંધ કરવાની અરજ કરી હતી .જે મુદ્દે અમારી મીડિયા ટીમે ભાચલી ગામ ના મહિલા સરપંચ મુલાકાત લેતા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા સંમતી પત્ર આપ્યું હોવાનું કહ્યું હતું .પરંતુ વિવિધ નીતિ નિયમ મુજબ જેવા કે ખોદકામ કરેલ માટી ઉપયોગ તળાવ ના પાળા તથા ગ્રામ પંચાયત ના વિકાસ ના કામમાં ઉપયોગ કરવા અને ગાંડા બાવળો કાપી તેને એક જગ્યાએ એકઠા કરવામાં આવે વગેરે બાબતો ને લઇ સંમતી આપવામાં આવી હતી પરંતુ નીતિ નિયમો ને ધ્યાન માં ન લેતા મહિલા સરપંચે બેબાક અવાજ ઉઠાવ્યો છે ….
મામલદાર શ્રી ની પ્રતિ ક્રિયા …..
ભાચલી ગામે ખનન ચોરી મામલે વાવ મામલદાર શ્રી વસંતભાઈ પટેલે જણાવ્યું કે મહિલા સરપંચ કરેલ સંમતી પત્ર મુદ્દે કહ્યું કે આ ઠરાવ રદ્દ કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી ની આવે છે
વાવ તાલુકા વિકાસ આધિકારી ની પ્રતિ ક્રિયા ….
વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી .રાજપૂત એ ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું કે હું અને મારી ટીમ દ્વારા સ્થળ ની ચકાસણી કરવામાં આવશે.અને વિશેષ માં કહ્યું કે સંમતી પત્ર મુજબ કામ ચાલતું હશે તો કામ ચાલુ રહશે.સંમતી પત્ર ના વિરોધ ચાલતું હશે તો ઠરાવ રદ્દ કરી કામ બંધ કરવામાં આવશે