બજેટમાં જીડીપીના ગ્રોથ પર વધુ ફોકસ કરવામાં આવે છે. એટલે કે દેશમાં આર્થિક વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે તેનો હિસાબ. આને સામાન્ય રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે એક વર્ષમાં દેશમાં કેટલા સામાનનું ઉત્પાહ્ન થયું અને આખા વર્ષમાં કેટલી સેવાઓ આપવામાં આવી. કુલ ઉત્પાદન અને કુલ સેવાને જોડવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રોથ કૃષિ, ઉધોગ અને સર્વિસ સેક્ટરમાં થતો હોય છે. આ રૂક્ષેત્રના વિકાસને જોડીને એક આંકડો લાવવામાં આવે છે. આ આંકડાને જીડીપી ગ્રોથ એટલે કે આર્થિક વિકાસદર કહેવામાં આવે છે.
જીડીપી ગ્રોથ જેટલો ઉંચો દેશનો વિકાસ પણ એટલો ઉંચો અને બજાર પણ એટલું જખુશ રહે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં જીડીપી ગ્રોથ7 થી 75% ની વચ્ચે લાવવા માંગે છે. ડાયરેક્ટ ટેક્સમાં હોય છે જે સરકાર તમારી કમાણી પર લગાવે છે. જો તમે કમાણી કરી છે તો તમારે આ ટેક્સ ભરવાનો છે.