યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક ના લોકો માં પક્ષી ઓ પ્રત્યે પ્રેમ જોવા મળ્યો છે જેમાં કાળઝાળ ગરમી વચ્ચે લુ શરૂ થતી હોય છે જેમાં ગરમ પવનની લહેરની શરૂઆત થતાં પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામતી હોય છે જેમાં ચકલી જેવા નાના પક્ષીઓ અત્યંત ગરમીની લુ સહન નહિ કરી શકવાના કારણે મોતને ભેટતાં આવા પક્ષીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવા નાના પક્ષીઓને મુખ્ય પીવાનું પાણી તેમજ બેસવા માટે છાંયડો તેમજ ઈંડાં મુકવા માટે માળો બનાવવા એક ઘરની જરૂરિયાત હોય છે.જેવું જ કામ વાવ ના બ્રાહ્મણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે વાવ માં રહેતા સુરેખાબેન ત્રિવેદી અને તેમના પુત્ર હર્ષિલ એ તેમના દાદા ની મરણ તિથિ અનોખો અંદાજ ઉજવામાં આવી હતી જેમાં અબોલા પક્ષી ઓ માટે પાણી ના કુંડા તેમજ ચણ ની વ્યવસ્થા કરી હતી જેમાં ખુલ્લા જગ્યાયે પાણી ના કુંડા અને ચણ બાંધી તેમના સસરા ને સાચી શ્રધાંજલી પાઠવી હતી
વાવ માં અનોખી રીતે મરણ તિથિ ઉજવતો બ્રાહ્મણ પરિવાર

Leave a Comment