તાજેતરમાં આવેલ દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ સહિત તેમની ટીમે વિજયનો જશ્ન નવા બસસ્ટેન્ડ ખાતે મનાવવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી.જીત બદલ કાર્યકરોએ પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.

ત્યારે ભાજપ પ્રમુખ સહિત અગ્રણી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની જીત છે, વિકાસની જીત છે, કાર્યકર્તાઓની જીત છે તેવી વાત ને ઉચ્ચારી ભાજપાઈઓના જોશમાં વધારો કર્યો હતો.

આજ ના કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ ,મહામંત્રી ભરતભાઈ સોઢા,ભાજપ અગ્રણી ભગવાનભાઈ વ્યાસ ,મહિલા મોરચા ના પ્રમુખ માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન ભુરાભાઈ આશલ ,પૂર્વ મહામંત્રી રામસેંગભાઈ રાજપૂત કેશરકૃપા ,રામેશ્વરભાઈ બ્રાહ્મણ ,અમરતભાઈ બ્રાહ્મણ,ઉત્તમમાળી સહીત આગેવાનો લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.