વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચૂટીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ પોતાની જીત માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પોતાના પક્ષમાં જોડાય તે માટે અત્યારથી જ ગામેગામ અને શહેરી વિસ્તારોમાં બેઠકોનો દૂર શરૂ કરી દીધો છે ડીસામાં આજે ભાજપની ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી. જેમાં ડીસાના સ્થાનિક હોદ્દેદારો, વોર્ડના સભ્યો અને શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે ચૂંટણીની કામગીરી ને લઈ ચર્ચા વિચારણા કરી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કામે લાગી જવા હાકલ કરાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષ ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા,પ્રભારી નંદાજી ઠાકોર અને સુરેશ શાહ ના અઘ્યક્ષ સ્થાને ચુંટણી લક્ષી બેઠક યોજાઈ હતી. બેઠક માં દરેક નગરપાલિકા વોર્ડ ના ભાજપના સભ્યો, શક્તિ કેન્દ્રના પ્રમુખ અને સ્થાનિક હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આગામી ચૂંટણીને અનુલક્ષીને કેવી રીતે કામગીરી કરવી અને ભાજપ વધુમાં વધુ મતો મેળવી જીત કઈ રીતે હાંસલ કરે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી