શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો માહોલ જામી રહ્યો છે. શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં આવતા સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત તમામ યાત્રાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી મૂકી જવા માટે નિ:શુલ્ક રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે
ડીસાના સેવાભાવી યુવાન અને બક્ષીપંચ મોરચા પ્રદેશમંત્રીશ્રી પી. એન. માળીના સૌજન્યથી અંબાજી ભાદરવી મેળામાં નિ:શુલ્ક રીક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. જેનો યાત્રિકો ખુબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
ગઈકાલે અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી આપી નિ:શુલ્ક રિક્ષા સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 150 જેટલા યુનિફોર્મ ધારી રીક્ષા ચાલકો આ સેવા આપશે. યુનિફોર્મના કારણે રીક્ષામાં બેસનાર સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનોને એક પોતાપણાની અનુભૂતિ થશે એમ રજનીભાઇ પટેલે આ સેવાના પ્રારંભે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, બક્ષીપંચ મોરચા પ્રદેશમંત્રીશ્રી પી. એન. માળી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી નિ:શુલ્ક રિક્ષા સેવાનો શુભારંભ કરાયો

Leave a Comment