
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા
બનાસકાંઠામાં લાખણી તાલુકાના લવાણા ગામમાં દેશના યશસ્વી પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કિસાન મોરચાના પ્રમુખ અને લવાણા ગામના વતની ટી.પી .રાજપૂત અને એમની ટીમ દ્વારા લવાણા ગામની આર્ટ કોલેજના કંપાઉન્ડમાં વિવિધ કાર્યક્રમો,સન્માન સમારોહ તેમજ ચાળવા ગામની ગૌચર જમીનમાં 2071 વૃક્ષોનું વૃક્ષારોણ કરી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સફળ સુકાની શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લવાણા ખાતે કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ની હાજરીમાં પ્રધાનમંત્રી મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણીમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, પશુપાલન ક્ષેત્રે જિલ્લામાં સૌથી વધુ કમાણી કરનારી મહિલાઓનું સન્માન અને ભારત દેશની રક્ષા કરતા કરતા બોર્ડર ઉપર શહીદ થયેલ જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સભાના અંતે ચાળવા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર,કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ,બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી,ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ,પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટી.પી. રાજપૂત તેમજ પાર્ટીના કાર્યકરો,ખેડૂતો અને ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.