ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વાહન ચોર ટોળકી જિલ્લામાં જાણે ડીસા શહેર પસંદ કર્યું હોય તેમ એક બાદ એક અનેક વાહન ચોરોની ઘટનાને અંજામ આપી રહ્યા છે ખાસ કરીને ડીસાના જલારામ મંદિરથી સાઈબાબા મંદિર સુધી છેલ્લા એક મહિનામાં અનેક બાઈકોની ઉઠાતરી થઈ છે પહેલા તો વાહન ચોર ટોળકી રાત્રિના સમયે વાહનોની ચોરી કરતી હતી પરંતુ હવે ડીસા શહેરમાં ચોર ટોળકીને જાણે કોઈ ડર જ ન રહ્યો તેમ દિવસે પણ વાહનોની ચોરી કરી રહ્યા છે જેમાં ડીસા શહેરમાં પણ અલગ અલગ જાહેર સ્થળોએ થી ત્રણ બાઇકની ઉઠાંતરી થઈ છે. ડીસાના નવા બસ સ્ટેન્ડ પાસેથી એક પેશન પ્રો, અને એક સ્પેલેન્ડર એમ બે બાઈકની ઉઠાંતરી થઈ હતી. જ્યારે ડોક્ટર હાઉસ પાસેથી પણ એક બાઈકની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં પણ દેખાયો હતો. જે અંગે બાઈક માલિકોએ પોલીસને જાણવા જોગ ફરિયાદ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસે અજાણ્યા તસ્કરની તપાસ હાથ ધરી છે ઉલ્લેખની છે કે રાતે તો ઠીક પરંતુ હવે તો દિન દહાડે શહેરના જાહેર માર્ગો પરથી બાઇકની ચોરી થતા લોકોમાં પણ ભય ફેલાયો છે.