ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે ખાસ કરીને નેશનલ હાઈવે પર ક્યાંક મોટા હેવી વાહનોના ડ્રાઇવિંગના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા છે તો ક્યાંક નેશનલ હાઇવે પર પશુઓ વચ્ચે આવતા અકસ્માતો સર્જાઇ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતો ને લઇ અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે.ત્યારે ડીસા તાલુકાના કંસારી ગામે રહેતા મહેન્દ્રભાઈ ઠાકોર પોતાનું બાઈક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા તેઓ આખલાને ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક ચાલક મહેન્દ્રભાઈ રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના ને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત ને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીસા તેમજ આજુબાજુમાં રખડતા ઢોરોના કારણે રોજબરોજ અકસ્માતો સર્જાતા રહે છે તમે તેમ છતાં પણ રખડતા ઢોરોને નાથવા માટે તંત્ર દ્વારા કોઈ જ ઉપાયો કરવામાં આવતા નથી જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે . . .