
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદીને રાજયમાં ૪૦૦થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ યોજાયો હતો. વાવ તાલુકામાં પણ વહીવટી તંત્ર ધ્વારા ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ માર્કેટયાર્ડ વાવ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉજજવલા યોજના અંતર્ગત ૧૩૦ બહેનોને ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. તથા સમગ્ર તાલુકામાં ૧૫૦૦ થી વધુ ગેસ કનેકશન ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. તદઉપરાંત ૧૦૦ ટકા રસીકરણ થઈ ગયેલ ગામોના ૧૭ સરપંચોનું સન્નમાન કરવામાં આવ્યા હતાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૫૦ લાભાર્થીઓ તથા બાળ સુરક્ષા અંતર્ગત ૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જીલ્લા આયોજન અધિકારી ઝાલા સાહેબ, મામલતદાર રામજીભાઈ ચૌહાણ, વાવ તાલુકા ભાજપ ના હોદ્દેદારો તથા કાર્યકરો સન્માનિત સરપંચો હાજર રહયા હતાં.આ કાર્યક્રમમાં ૩૫૦ થી વધુ લોકો હાજર રહયા હતાં