અમીરગઢ પોલીસ ઊંઘતી રહી અને એસઓજી પોલીસે અમીરગઢ વિસ્તારમાંથી દેશી બનાવટી બંદૂક ઝડપી બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમી આધારે બંદૂક કબજે લઇ એક શખ્સની અટકાયત કરી બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ને ઝડપી પાડયો છે જેમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પુનાભાઈ ભગોરા નામના શખ્સને એસ ઓ જી પોલીસે અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમીરગઢ પોલીસના નાક નીચેથી દેશી બનાવટની બંદૂક પછી પોલીસે ઝડપી અમીરગઢ પોલીસ બોડર વ્યસ્ત રહેતા બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી એ અમીરગઢ પોલીસ ને નાક નીચેથી એક દેશી બનાવટની બંદૂક ઝડપી પાડી છે જેમાં એસ.ઓ.જી પોલીસ કોસ્ટેબલ હસમુખ દાન ને મળેલી બાતમીના આધારે જેમાં અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાપરા ગામની સીમમાં રહેતા પુનાભાઈ ભગોરા પાસેથી દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી હતી એસઓજી પોલીસે દેશી બનાવટની બંદૂક અને પુનાભાઈ ભગોરા ની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનને લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી..