- રાષ્ટ્રિય કિસાન સંગઠન ની મુખ્ય માગણી એમ. એસ. પી.ને કાયદા નું રુપ આપો
ભારત સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી દેશ માં ખેડૂતો આક્રમક બની દિલ્હી ની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા હતા અને છેલ્લા એક વર્ષથી આદોલન ચાલું છે અને એક હજાર કરતા વધું ખેડૂતો દિલ્હી ની બોર્ડર ઉપર આંદોલન દરમિયાન શહીદ થયા છે પરંતુ આજે વહેલી સવારે ભારત ના પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતો વિરોધી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જાહેરાત કરતા બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો માં દેવ દિવાળી ના દિવસે દીવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી અને ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ,જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી, વગેરે દ્વારા ખેડૂતો ના નેતા ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી ઉજવણી કરી છે

વધું માં જીલ્લા પ્રમુખ વી.કે.કાગ જણાવે છે કે અમારું આંદોલન માત્ર ત્રણ કૃષિ કાયદા પુરતું નથી પરંતુ મુખ્ય માગણી એમ.એસ.પી.ની છે જયાં સુધી એમ.એસ.પી.ને કાયદા નું રુપ આપવા નહીં આવે ત્યાં સુધી આદોલન ચાલું છે અને રહેશે અને શહીદ ખેડૂતો ના પરીવાર ના એક સભ્ય ને નોકરી આપવા માં આવે તેવી મુખ્ય માગણી છે.જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા જણાવે છે કે જીલ્લા માં દરેક તાલુકા મથકે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવશે.