ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ની તારીખો ની જાહેરાત બાદ જિલ્લા માં પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ના માર્ગદર્શન મુજબ ચૂંટણી પૂર્વે દારૂ ગુજરાત માં ઘુસાડવા ના ષડ્યંત્ર ને રોકવા બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી પોલીસ સ્ટાફ થરાદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે બાતમી હકીકત મળી હતી કે એક મહિંદ્રા પીકઅપ ગાડી ભારતીય દારૂ ભરીને રાજસ્થાનથી જેતડા તરફ આવવાની હોઇ જે બાતમીના આધારે ગાડીનો પીછો કરી લવાણા નજીક ગાડીને પકડી પાડવામાં આવી હતી. જે ગાડી માંથી ૩૧૮૦ નંગ કી.રૂ.૩૫૦૦૦૦ સહીત કુલ સાથે રૂ. ૮૨૦૦૦૦ મુદ્દામાલ પકડી પાડ્યો હતો.જેની સાથે ગાડી ચાલક ઉત્તમકુમાર પહાડજી પુરોહિત સાંચોરવાળો તેમજ રમેશ વેરસીભાઇ રબારી રહે ઝાજુસન તા.સાંચોર રાજસ્થાન વાળા ને પકડી પાડ્યો હતો.જેમાં દારુ ભરાવનાર ભરત કરશનભાઈ રાજપૂત ઝેતડા તા.થરાદ વાળો હાજર ના મળતા ગુનો કરેલ હોઈ દારુભરાવનાર તેમજ દારુ લઇ જનાર ના વિરુધ માં થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.