ભાજપના નેતા પુરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ આજે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામા આવ્યું હતું . જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામડે ફરશે. શ્રી રાજપુત કરણીસેના દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચઢાવી હતી. અંબાજી ખાતે ધર્મરથ પ્રસ્થાન વખતે દાંતા તાલુકાના બનાસકાંઠાના અને ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં અંબાજીમાં પહોંચ્યા હતા.