બનાસકાંઠા માં નર્મદા કેનાલ માં ઝંપલાવી ને મોત ના આકડા માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગત રોજ થરાદ ની મુખ્ય નહેર માં પડેલ યુવક ની લાશ યુવકની શોધખોળ હાથધરવામાં આવી હતી.પરંતુ મોડા સુધી શોધખોળ કર્યા બાદ ડેડબોડી મળી આવેલ ન હતી.ત્યારે આજે વહેલી સવારે શોધખોળ ચાલુ કરી હતી,અને ઢીમા પુલ નજીકથી ડેડબોડી ભારે જહેમત બાદ મળી આવી હતી.જેને બહાર લાવી ને તપાસ કરતા યુવક વજીર સરૂપાભાઈ રઘાભાઈ શિવનગર હોવાનું જાણવા મળ્યું હતું .જોકે મૂર્ત્ દેહ તેના પરિવાર ને શોપવામાં આવ્યો હતો