બનાસકાંઠા ના વાવ તાલુકા ના બાલુંત્રી ગામે બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા આયોજિત વંદેભારત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું.આજ ના આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ બોર્ડર વિસ્તાર ના યુવાનો અને પોલીસ વચ્ચે મૈત્રી ભાવ બની રહે તેમજ જાગૃત યુવાન ગુન્હાખોરી મુક્ત સમાજ ને સાર્થક કરવા યુવાનો અને પોલીસ વચ્ચે ક્રિકેટ મેચ નું આયોજન કરાયું હતું.આજ ના આ કાર્યક્રમ ટોટલ ચાર ટીમો જેમાં થરાદ ડીવીઝન ઈલેવન ,થરાદ પોલીસ સ્ટેશન ઈલેવન ,સરહદી ટાઈટન ઈલેવન ,તેમજ માવસરી પોલીસ સ્ટેશન ઈલેવન એ ભાગ લીધો હતો.જેમાં સરહદી ટાઈટલ ઈલેવન તેમજ થરાદ ડીવીઝન વચ્ચે ફાઈનલ મેચનું આયોજન કરાયું હતું.જેમાં સરહદી ટાઈટલ મેચ જીતી હતી.જયારે ફાઈનલ માં વિનર થયેલી ટીમ તેમજ રનન અપ ટીમ ને ટ્રોફી આપી હતી.આજ ના કાર્યક્રમ માં થરાદ dysp એસ.એમ.વારોતરીયા ,થરાદ પી.એસ.આઈ સી.પી.ચૌધરી ,એન.પી.સોનારા માવસરી પી.એસ.આઈ ,પ્રકાશભાઈ વ્યાસ માવસરી સરપંચ ,દાનાભાઈ બાલુંત્રી સરપંચ ,રૂપ્શીભાઈ પટેલ ,ઈશ્વરભાઈ પટેલ પાનેસડા સરપંચ સહીત ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને નિહાળ્યો હતો.આજ ના આ કાર્યક્રમ માં બાલુત્રી ગામ ના સરપંચ તેમજ યુવાનો ખડેપગે રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.