- થરાદ ની કલાપી હોટલમાં પરણિત યુવકની આત્મહત્યા..
- થરાદ ની કલાપી હોટલમાં પરણિત યુવકે જીવન ટૂંકાયુ ..
- યુવકે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ અને વીડિયો બનાવ્યા….
- પોતાની પત્નીને અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ હોઈ કરી આત્મહત્યા કરી હોવાનો અંદાજ…
- મૃતક વ્યક્તિનો વિડીયો અને સુસાઇડ નોટ આવ્યા સામે…
- વધુ માં થરાદ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી ..
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સરહદી બનાસકાંઠા જીલ્લા ના થરાદ તાલુકા ના ચારડા નજીક આવેલ હોટલ કલાપી ખાતે પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી અનુસાર યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટ અને આપઘાત પહેલાના વીડિયોને આધારે પોલીસે મૃતકની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, “કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે (મૃતકની પત્ની) સાથે સેટિંગ કરાવ્યું. મને ખૂબ હેરાન કર્યો છે.” મળતી માહિતી પ્રમાણે ભાભર તાલુકાના ચલાદર ગામ નો યુવક અમરત રાઠોડ નામનો યુવક થરાદ ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. અમરતના લગ્ન પાયલ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેની પત્નીના અન્ય યુવકો સાથે આડા સંબંધો હોવાની જાણ અમરતને થઇ હતી. જે બાદમાં અમરતે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમરતની પત્નીએ તેની વાત માની ન હતી અને આડા સંબંધો ચાલુ જ રાખ્યા હતા. આ મામલે એક વીડિયો પણ વાયરલ થયો છે. અમરતે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં પત્નીના આડા સંબંધોથી કંટાળીને મજબૂર થઈ આ પગલું ભર્યું હોવાનું બોલી રહ્યો છે. આત્મહત્યા માટે તેણે તેની પત્ની સહિત અન્ય ચાર યુવકોને જવાબદાર ઠેરવ્યા હતા.જોકે પોલીએ ધટના સ્થળે પહોચી તપાસ કરતા યુવક પાસે સુસાઈડ નોટ અને વિડીઓ ના આધારે મૃતકની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે આ લોકો સામે નોંધાયો ગુનો તપાસ હાથ ધરી છે :
1) પાયલ રાઠોડ (પત્ની)
2) કિશન
3) પ્રવીણ
4) અનિલ
5) વિષ્ણુ
વાયરલ વિડીઓ માં યુવકે શું કહ્યું જાણો ?
વાયરલ વીડિયોમાં આપઘાત પહેલા યુવક કહી રહ્યો છે કે, “કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે (મૃતકની પત્ની) સાથે સેટિંગ કરાવ્યું. મારા લગ્ન થયા હોવા છતાં આવા ધંધા કરાવ્યા. મારી ઇચ્છા એવી છે કે કિશનને સજા થવી જ જોઈએ. મને બહુ હેરાન કર્યો છે. પાયલના મોબાઇલ નંબરની છેલ્લા એક વર્ષની વિગતો કાઢો. તેણીએ કોની કોની સાથે વાત કરી છે તેનો ભાંડો ફૂટો જશે.