પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શ્રીલંકા સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. આ માઈલસ્ટોન સુધી પહોંચનાર તે સૌથી ઝડપી એશિયાઈ ખેલાડી બની ગયો છે. તેણે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ આ રેકોર્ડ 232 ઇનિંગ્સમાં બનાવ્યો હતો, પરંતુ બાબરે આ કારનામું તેના પહેલા ચાર ઇનિંગ્સમાં કર્યું છે. બાબર આઝમે તેની 228મી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા. વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર ખેલાડીઓની વાત કરીએ તો બાબર 5માં નંબર પર છે. તેની ઉપર સર વિવ રિચર્ડ્સ, હાશિમ અમલા, બ્રાયન લારા અને જો રૂટ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 10,000 રન બનાવનાર બેટ્સમેન-
206 – સર વિવ રિચાર્ડ્સ
217 – હાશિમ અમલા
220 – બ્રાયન લાર્સ
222 – જૉ રૂટ
228 – બાબર આઝમ*
સૌથી ઓછી ઇનિંગ્સમાં 10 હજાર રન બનાવનાર એશિયન બેટ્સમેન
228 – બાબર આઝમ*
232 – વિરાટ કોહલી
243 – સુનીલ ગાવસ્કર
248 – જાવેદ મિયાંદાદ
253 – સૌરવ ગાંગુલી
જો મેચની વાત કરીએ તો પાકિસ્તાનની હાલત થોડી ખરાબ છે. શ્રીલંકાના 222 રનના સ્કોર સામે મહેમાન ટીમે લંચ સુધી 104 રન પર પોતાની 7 વિકેટ ગુમાવી દીધી છે. પાકિસ્તાન હજુ યજમાન ટીમથી 118 રન પાછળ છે. કેપ્ટન બાબર આઝમ 72 બોલમાં 34 અને યાસિર શાહ 12 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
ઉલ્લેખનીય છે કે વિરાટના આ ખરાબ ફોર્મને લઈને ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ તરફથી સતત નિવેદનો આવી રહ્યા છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે પણ વિરાટના ફોર્મ વિશે પોસ્ટ કરી હતી. બાબર આઝમે લોર્ડ્સમાં વનડે બાદ ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે વિરાટ કોહલી સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે તેણે વિરાટ માટે લખ્યું કે આ સમય પણ પસાર થઈ થશે, મજબૂત રહો.