બનાસકાંઠા જીલ્લા ના ભાભર નગરપાલિકા ના ભાજપ પક્ષ ના ચુટાયેલા કોર્પોરેટર નો ઓડિયો વાયરલ થયો છે.જેમાં ભાભર નગર પાલિકા માં 24 શિટો માંથી 22 બીજેપી ને જીતાડનાર લોકો ની હાલત કફોડી બની છે.જેમાં પ્રમુખ રોહિત આચાર્ય (દીપાભાઈ) અને સામાન્ય નાગરિક વચ્ચે ગટર ની સાફ સફાઈ ને લઈને વાતચીત થઈ રહી છે. જેમાં ભાભર ના નાગરિક જોડે ઉધતાઈ ભર્યું વર્તન કરતા ઓડિયો કલીપ માં હવે વોટ ના આપીશ મને ફોન નહિ કરવાનો ઓડિયો વાયરલ થયો છે.ત્યારે શું ખરેખર ભભર નગર પાલિકા ની ચૂંટણી માં લોકો જોડે સારી સારી વિકાસ ની વાતો કરી લોકો ને ભ્રમિત કરી વોટ લેનાર નો નગરજનો ને જવાબ મળતા માં રોષ વ્યાપો છે.