આંતર રાજ્ય બોર્ડર નેનાવા નજીક વાહન ચેકીંગ દરમિયાન પોલીસકર્મી ઉપર હુમલો

દિયોદર તાલુકાના સણાંદર ખાતે બનાસડેરીના નવીન પ્લાન્ટને ખુલ્લો મૂકવા માટે દેશના પ્રધામંત્રી નરેન્દ્ર મોદી આવનાવા હોઈ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. બનાસકાંઠા જિલ્લાની સરહદ પર આવેલા નેનાવા ગામ નજીકની આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે. ગતરાત્રિનાં સમયે ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પર ફરજ પર પોલીસકર્મી સાથે જીઆરડીનાં કર્મીઓ રાજસ્થાન તરફથી આવતી ગાડીઓની તપાસ કરી રહ્યા હતા. એ સમય દરમિયાન એક એમએચ પાર્સીંગની કાર આવતા તેને ઉભી રાખી ફરજનાના પોલીસકર્મીઓએ વાહન ચાલક પાસે ગાડીની તપાસ માટે પરવાનગી માગી હતી. જેાકે વાહન ચાલકે ઉગ્ર બની પોલીસકર્મી તેમજ જીઆરડીના માણસો સાથે ઉધતાઈ ભર્યું વર્તન કરી તેમની પાસે ઓળખ પત્ર માંગતાં પોલીસ જવાનાએ ઓળખપત્ર બતાવેલ છતાં ઝપાઝપી કરી પોલીસ જવાનને બાથમાં લઇ પાડી દઈ મારામારી કરતા મામલો તંગ બન્યો હતો. નેનાવા ચેકપોસ્ટ પરના પોલીસકર્મીઓ ધાનેરા પોલીસ મથકે બનાવની જાણ કરી વધુ પોલીસકર્મીઓને નેનાવા ચેકપોસ્ટ પર બોલાવી બન્ને ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બન્ને ઇસમો રાજસ્થાનનાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક ધુડારામ રામચંદ્ર રામ વિશ્નોઈ રહે. કબૂલી તાલુકો ધોરીમનાં અન્ય એક ખેતારામ સૂરજરામ વિશ્નોઈ રહે. રેણ તાલુકો દેગાણા આ બન્ને ઇસમોને નેનાવા ચેકપોસ્ટ પર ફરજ પરના કર્મીઓને મારવાની ધમકી આપવા બદલ તેમજ ઝપાઝપી દરમિયાન ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version