પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ સાહેબ, થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી.જે અન્વયે આજરોજ તા.૨૧/૦૪/૨૨ના રોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નં.RJ-19-GB-8287 માંથી ગેર કાયદેસર રીતે અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનની પેટીઓ નંગ-૧૮૫, કુલ બોટલ નંગ-૫૧૪૮ જેની કુલ કિ.રૂ.૬,૦૩,૫૨૮/- તથા અન્ય ગાડી સહિતના મુદ્દામાલ સાથે કુલ કિ.રૂા.૧૬,૧૦,૬૨૮/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ટ્રક ગાડીના ચાલક ખરતારામ પુરખારામ જાત.જાટ(ગોદારા) રહે.અમરપુરા ભાટીયાળી નાડી તા.સિણધરી જી.બાડમેર રાજસ્થાન વાળા તથા દારૂ ભરાવનાર સતિષ જાટ ગોદારોકી ઢાણી માધપુરા તા.બાયતુ મો.નં.૮૮૯૦૯૯૮૩૨૦ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.