ગુજરાત રાજ્યમાં પશુઓમાં લંપી વાઈરસ નામના ભયંકર રોગ પ્રસરી ગયો છે અને તેનાથી વિશાળ પ્રમાણમાં ગૌવંશ ચેપીગસ્ત થતા તેના કારણે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે.પશુઓમાં આ હાલત દરેક શહેર અને ગામડાઓમાં જોવા મળી રહી છે.આવા સમયે પશુઓના રક્ષણ માટે જીવદયાપ્રેમીઓ દ્વારા ગામે ગામ જઈ દરેક પશુઓને લંપીથી રક્ષણ માટે આયુર્વેદિક લાડુ ખવડાવવામાં આવ્યા હતા.આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો દ્રારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં પશુઓમાં જોવા મળતો લંપી વાયરસ નામના ભયંકર રોગ પ્રસરી ગયો છે અને તેનાથી વિશાળ પ્રમાણમાં પશુઓ ચેપીગ્રસ્ત થઈ છે. ત્યારે તેનાથી ડીસા શહેર અને તાલુકો પણ બાકાત થયો નથી. લમ્પી નામના રોગથી ગાયોને બચાવવા માટે ગૌ ભક્તો પોતાના સ્તર ઉપર વિશેષ પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે જેનાલના આજુબાજુના ગામડાઓમાં આયુર્વેદ ઉપચાર થી બનાવેલ લાડુ યુવાનો દ્રારા પશુઓને ખવડાવવામાં આવ્યા હતા.