ગંગવા મુકામે સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા તારીખ 24 2 2023 ના રોજ એનએસએસ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એનએસએસ શિબિરનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં વિવિધ સરકારી સુવિધાઓ અને યોજનાઓ બાબતે જાગૃતતા લાવવાનો છે.ગામડાના લોકો અજ્ઞાનતાના અભાવે સરકારની કેટલી મહત્વની યોજનાઓથી માહિતગાર હોતા નથી આવા લોકો અતિ મહત્વની યોજનાઓથી માહિતગાર થાય તે બાબતને લઈ આજે ગંગવા પ્રાથમિક શાળા કેમ્પસમાં શિબિરના પ્રથમ દિવસે જ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીઓ દ્વારા જાગો ગ્રાહક જાગો અભિયાનનું મહત્વ સમજાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં દાંતા તાલુકા ગ્રાહક સુરક્ષા અને સલાહ કેન્દ્રના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીએ આજરોજ ગંગવા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, શાળાનો શૈક્ષણિક સ્ટાફ, ગામમાંથી પધારેલા ગ્રામજનો, અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ સમક્ષ ગ્રાહકોના અધિકારો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલના સમયમાં ફોન દ્વારા, UPI id દ્વારા અને એટીએમ પીન દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તો તેની રોક લગાવવા માટે આપણે કઈ કઈ બાબતે કાળજી દાખવવી જોઈએ તેની પણ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. દુકાનમાંથી કોઈ પણ સામાન ખરીદીએતો તેનું પાકું બિલ લેવાનો દરેક ગ્રાહકે આગ્રહ રાખવો જોઈએ.ભવિષ્યમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો એક જાગૃત નાગરિક તરીકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં દુકાનદાર સામે ફરિયાદ કરવી એ આપણો બંધારણીય હક છે એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લે એનએસએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી જયેશભાઈ ચૌધરી અને રાજેશગીરી અપારનાથીએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.