ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોના અધ્યક્ષ એસ.સોમનાથે જણાવ્યું છે કે, આગામી 2029માં લઘુગ્રહ એપોફીસ પૃથ્વીની સૌથી નજીક આવશે. ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકો અન્ય દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને તેનો અભ્યાસ કરશે. બેંગલૂરૂમાં આકાશવાણી સેવા સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં શ્રી સોમનાથે જણાવ્યું હતું કે, 340 મીટરની પહોળાઇ ધરાવતો આ લઘુગ્રહનો અભ્યાસ ઇસરો ઉપરાંત જાપાન, નાસા અને યુરોપીયન અવકાશ સંસ્થાના વૈજ્ઞાનિકો કરવાના છે.