બનાસકાંઠા માં શાકભાજીના રાજા ગણાતા બટાકા લોકોના રસોડાની રોજિંદી શાકભાજી છે અને અહિયાં પુષ્કળ પ્રમાણ માં બટાકા નું ઉત્પાદન પણ થાય છે જેથી . ગરીબ કે મધ્યમવર્ગ ના લોકો દરેકના ભોજનમાં બટાકાનો સમાવેશ થતો હોય છે. લગભગ દરેક શાકભાજીમાં બટાકા નાંખવામા આવે છે, ત્યારે હવે બનાસ ડેરી (banas dairy) ના માધ્યમથી લોકો ખરીદી શકશે. બનાસ ડેરી હવે લોકોને પોતાના દૂધ મંડલી થી લોકો ના ઘર આંગણે બટાકા પહોંચાડવામાં આવશે .
- અંદાજે 5 કિલોનાબટાકાનુંપેકિંગ કરી ને ગામડા ઓ ની દૂધ મંડળીમાંમોકલાશે
બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે. હવે 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ નિર્ણય લીધો છે. તેથી હવે દરેક ગામ ની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે. બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.