- થરાદ નાયબ કલેકટર કચેરી આગળ ખેડૂતો એ નોધાવ્યો વિરોધ.
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )
થરાદ વાવ સુઈગામ તાલુકા માં પસાર થઇ રહેલ ભારતમાલા પ્રોજેક્ટમાં રોડમાં કપાયેલી ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન માત્ર જંત્રીના ભાવે વળતર આપી લીધેલ છે જેથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે તો પ્રોજેક્ટ માં કપાયેલ જમીન નો રી-સર્વે કરી એમને પૂરતું વળતર મળે એવી માગ કરી રહ્યા છે વિશેષ માં ખેડૂત નેતા માંગીલાલ પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જેવા કે પ્રોજેક્ટ માં માટીકામ ચાલી રહ્યું છે અને જમીનો નુ ખનન થઇ રહ્યું છે તેમાં મોટા પાયે ગેરરીતિ ચાલી રહેલ છે. સરકાર ને માત્ર નજીવી રકમ ભરી અને મોટા પાયે ખનીજ નું કૌભાંડ ચાલી રહેલ છે જેની તપાસ ખાણ ખનીજ વિભાગ ને પણ નથી. તેમજ સ્થાનિક કોન્ટ્રાકટર કામ ના આપતા મિલી-ભગત થી સતાનો દુરપયોગ બારોબર રાજસ્થાનના કોન્ટ્રાકટર કામ આપી દેવામાં આવેલ છે અને અહીંના સ્થાનિક લોકોને રોજગારી છીનવાઈ રહેલ છે તો રાજસ્થાન કોન્ટ્રાકટરનું કામ રદ કરી તે કામ અહીંના સ્થાનિકોને આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને માટી કામ માં જે લાવવામાં આવી રહી છે તે સરકારશ્રી ની સુજલામ સુફલામ યોજના તળે તળાવોનું કામ મંજુર કરાવી અને તે માટી મફત માં મેળવીને મોટા પાયે કૌભાંડ ચાલે છે તેમાં સરકાર ને અંધારા માં રાખી સરકારી માટી નું બારોબાર કરી રહેલ છે જ્યાંથી માટી લાવવામાં આવી રહી છે તેનું કાયદેસર માપ લેવામાં આવે અને સરકાર ને પુરેપુરો ટેક્સ ચુકવવામાં આવે ગુજરાત સરકારને નુકસાન થઇ રહ્યું છે એના પર અંકુશ આવશે અને એક મોટું કૌભાંડ બહાર આવશે ગુજરાત સરકાર ના ખાણ ખનીજ વિભાગ ને આ બાબતથી અજાણ હોય એમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો તાત્કાલિક પગલાં લઇ યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી જાહેર હિતમાં માગ છે