આમ તો ધાનેરા તાલુકા માં સામાન્ય વરસાદ છે પણ મજબૂત બનેલ રસ્તા ઓ કાગળ ની માફક તૂટી ગયા છે રસ્તા માં ખાડા નહીં પણ ખાડા માં રસ્તો હોય એવી સ્થિતિ છે રસ્તા પર પણ રસ્તો શોધવો પડે એ દશા અને દિશા છે અનેક વાહન ચાલકો અને ખેડૂતો પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે apmc ધાનેરા ના ચેરમેન વિરલ પટેલ એ નાયબ ઈજનેર ને પત્ર લખી તત્કાલ રસ્તાઓ નું સમારકામ કરવાની વાત પર ભાર મુક્યો છે રસ્તાઓ તૂટતાં ખેડૂતો ને માર્કેટયાર્ડ સુધી પહોંચતા અનેક મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેતી પ્રધાન તાલુકા ના ખેડૂતો ની વ્હારે ચડી સત્વરે રસ્તાઓ નું સમારકામ કરી ખેડૂતો સગવડ આપવાની વાત પર ભાર મુકાયો છે.
