બનાસકાંઠા જીલ્લા ના ભાભર તાલુકા મથકે ગત મંગળવાર ની રાત્રે અસામાજિક તત્વો દ્વારા ભાભર દિયોદર ત્રણ રસ્તા સર્કલ પાસે નગરજનો મુસાફરો વિધાર્થીઓની સુવિધા માટે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા મુકેલા બાંકડા તેમજ પાણીના માટલાની કેટલાક અસામાજીક તત્વોએ કરી તોડફોડ કરી હતી રાત્રે નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસ પર ઉઠ્યા સવાલો મોડી રાત્રે ભાભર દિયોદર ત્રણ રસ્તા સર્કલ પર અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેઠા હોય છે તો શું કોઈ મોટી અધટિત ઘટના બનશે ત્યારે પોલીસ જાગશે..? અગાઉ પણ અહીં અસામાજિક તત્વો એ તોડફોડ કરી હતી જેની જાણ પોલીસને કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં.!!!આ સર્કલ નજીક બસસ્ટેશન પણ આવેલ છે મોડી રાત્રે આવતી બસોમા મુસાફરો અવરજવર કરતા હોય છે જેથી રાત્રે હોમગાર્ડ, પોલીસનો પોઇન્ટ મુકવા તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે નગરજનો, મુસાફર જનતા ની માંગ ઉઠવા પામી છે પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરાં..?