સમગ્ર ગુજરાતમાં આશા વર્કર, VCE તેમજ આંગણવાડી ની કાર્યકર તેમજ કાર્યકર બહેનો વિવિધ માંગણીઓ ને લઈ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે,તેમ છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિભાવ ના આવતાં આખરે ગત 5 સપ્ટેમ્બરે સુઇગામ મામલતદાર, પ્રાંત કલેકટર તેમજ ટી ડી.ઓને વિવિધ માંગણી ને લઈ આંગણવાડીની કાર્યકર તેમજ તેડાગર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું, ત્યાર પછી બનાસકાંઠા જિલ્લાની બહેનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતાં આખરે 7 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે ત્યારે સુઈગામ સહિત વાવ તાલુકાની તમામ આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોને પણ મોકલવામાં વાલીઓ ચિંતિત છે.અને કોઈ કામગીરી થતી નથી તેમ છતાં સરકાર દ્વારા આ બાબતને લઈ કોઈ હકારાત્મક અભિગમ નહિ આપતાં આખરે સુઇગામ તાલુકાની તમામ આંગણવાડીની બહેનોએ રવિવારે નડાબેટ ખાતે શ્રી નડેશ્વરીધામ ખાતે એક મિટિંગ કરી હતી.

જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો હાજર રહી હતી.જેમાં સરકાર દ્વારા જ્યાં સુધી તેમની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું નક્કી થયું હતું,અને તમામે એકસુર થઈ નડેશ્વરી માતાજીની સાક્ષીએ શપથ લઈ આજ રોજ સુઇગામ સેવા સદન ની આગળ ભૂખ હડતાળ પર બેસવા તા વિવિધ માંગણીઓને લઈ તાલુકાની તમામ અંગણવાડીની તેડાગર અને કાર્યકર બહેનો ભૂખ હડતાળ પર ઉતરતાં રાજકારણમાં પણ હલચલ મચી જવા પામી છે. સુઇગામ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ સુઇગામ તાલુકા સેવા સદન ખાતે ભૂખ હડતાળ પર ઉતરતાં હલચલ મચી જવા પામી છે.તો વળી વિનાબેન પંડ્યા નામની મહિલાની તબિયત લથડતાં 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ભૂખ હડતાળને લઈને સરહદી વિસ્તારમાં રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે હાલ માં તો આમઆદમી પાર્ટી તેમજ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હડતાળ ને સમર્થન આપ્યું છે