હિત ચિંતક એટલે જેના હૃદયમાં રામ હોય, જેના કાર્યમાં શ્યામ હોય, જેનો ઉદ્દેશ્ય ધર્મ સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણ હોય. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં હિન્દૂ હિત ચિંતક અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા થી આ અભિયાન શરૂ કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો આજે શ્યામ બંગ્લોઝ ખાતે એકઠા થયા હતા જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને ટેમ્પ્લેટ આપી લોકોને આ અભિયાન વિશે સમજાવ્યા હતા સાથે જ આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાયા તે માટે લોકજાગૃતિ નો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ હિત ચિંતક અભિયાન અંતર્ગત 51,000 થી વધુ લોકોને જોડવાનો લક્ષ્યાંક છે .