કન્જેક્ટિવાઈટિસ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં જોવા મળતા શહેર નો આ રોગ બનાસકાંઠા જિલ્લા ના સરહદી વાવ પંથક વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ ચેપી રોગ હોવાને લઈને વાવ ગ્રામીણ વિસ્તારોમાં કેસો વધી રહ્યા છે. આ રોગ ને લઈને યે હૈ ન્યુઝ ઇન્ડિયા ચેનલ દ્વારા કેટલાક આંખ ના ડોકટરો સાથે વાતચીત કરી હતી.જેમાં ઉર્વાસ આંખ ના દવાખાના ના ડોકટરે જણાવ્યું હતું.કે છેલ્લાં એક સપ્તાહ માં ૧૦૦ થી વધુ કેશો માં વધારો જોવા મળી રહ્યો છે.જોકે વધુ માં આરોગ ને લઈને વાવ રેફરલ હોસ્પિટલ ના ડોકટર એમ.એમ.મકવાણા એ જણાવ્યું હતું.આ રોગ ઝડપી કોમ્યુન્ટી માં ફેલાઈ શકે છે.તેના પ્રાથમિક લક્ષણ જણાવતા કહ્યું હતું કે આંખો લાલ થવી.આંખમાં ખંજવાળ આવવી.આંખમાંથી સતત પાણી પડવું. આંખમાં દુઃખાવો થવો,આંખના પોપચાં ચોંટી જવા,ઘણી વખત આંખમાંથી પરું પણ નીકળી ટાકે.જેને લઈને કેટલીક સાવચેતી રાખવી જેવી કે.સંક્રમિત વ્યક્તિએ ચમા પહેરવા.આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વીનેગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાડ઼ કરવું.ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો.સંક્રમિત વ્યક્તિએ વાંરવાર હાથ ધોવા. ચેપી બાળકની કાળજી લેનાર વાલીએવાંરવાર હાથ ધોવા. તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી. વગેરે સાવચેતી ના પગલાં લેવા લોકો ને જણાવાયું હતું.