દિયોદરમા સુરત જેવી ઘટના બનતા અટકી, સગીર યુવતી યુવકને સરણે ના થતાં ચપ્પા વડે હુમલો કરાતા યુવતી ધાયલ

બનાસકાંઠા જિલ્લા મા ક્રાઈમ રેટ વધ્યા કરે છે ત્યારે આજે દિયોદરના લીલાધર ગામે એક હવસ ખોર સામે સગીર યુવતી યુવકની બદ ઈરાદોમા શરણે ના થતાં ચપ્પા વડે હુમલો કરી યુવતીએ બુમાબુમ કરતા યુવક ભાગી ગયો હતો.ખાટલે મોટી ખોટ ત્યાં પડી છે.. જ્યાં ખુદ ભાણેજ મામાની દીકરી સાથે લગ્ન કરવા સાથે બદ ઈરાદે યુવતી જોડે માંગણી કરી હતી. તારી જોડે લગ્ન કરવા છે. જ્યાં દેવી પૂજક યુવતી લગ્ન કરવાની અને શરણે થવાનીના પાડતા ઘરમાં પડેલા ચપ્પા વડે ગળાના ભાગે હુમલો કરી લેતા સગીર યુવતી બુમાબુમ કરતા માતા દોડી આવી હતી. જ્યાં યુવક મહેશભાઈ બીજોલભાઈ દેવી પૂજક, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના  ખોડાણા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. યુવકનો  ભાઈ સુરેશભાઈ બીજોલ એ આને ઉપાડી લઈ જઈ પત્ની બનાવવાની સાથે જાન થી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યાં સગીર યુવતીના માતા  અને ભાઈઓ સગીરાને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપી દિયોદર પોલીસ મથકે ફરિયાદ અરજી આપી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.. દિયોદર પોલીસ યુવતી ની અરજી લઈ ધોરણ સર ની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે

પીડિત યુવતી એ શું કહ્યું ?

મારી સાથે બળજબરી પૂર્વક કૃત્ય કરવા ના પાડતા ચપ્પા વડે હુમલો કર્યો. કાયદેસરની કાર્યવાહી કરી મને ન્યાય આપવા પોલીસ જોડે માંગ કરી.

યુવતીના ભાઈ શું કહે છે

યુવતીના ભાઈ મારા ફોઈ ના દિકરા એક મહિના થી લીલાધર ગામે રહેવા આવ્યા છે. જેઓ અમો મજૂરી અર્થે બહાર હતા જ્યાં મારી બેન એકલી ઘરે હોવા થી બદ ઈરાદે મારી બેન સાથે ખોટું કૃત્ય કરવાની ના પાડતા ચપ્પા વડે હુમલો કર્યો જ્યાં સુરત જેવી ઘટના બનતા અટકી કે જ્યાં આવા ગુનેગારો સામે કડક સજા કરવા માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *