
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લાલજી દરજી)
દિયોદર આરામ ગૃહ ખાતે આજરોજ પ્રેસ કલબ દ્વારા આયોજિત વિવિધ અધિકારી નું સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં આ કાર્યક્રમ દિયોદર ના રાજવી લક્ષમણસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં સહુ પ્રથમ દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
દિયોદર પ્રેસ કલબ ના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી અને મંત્રી અનુપજી ઠાકોર તેમજ સમસ્ત ટિમ દ્વારા આવેલ મહેમાનો ને શાલ ઓઢાડી ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં તાજેતર માં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી તેમજ ભાભર તાલુકાના ઊંડાઈ ગામના વતની અને ભરૂચ ના વાલિયા માં ડી વાય એસ પી નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડી એચ પટેલ ને તાજેતરમાં સારી કામગીરી બજાવા બદલ 15 ઓગસ્ટના આ બને અધિકારીઓ ને સરકાર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા તેમજ VSSM સંસ્થા સાથે જોડાયેલ નારણભાઈ રાવલે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા માં વૃક્ષો વાવી પર્યાવરણ જાગૃતિ ના કામ કરતા જેમને રાજ્ય સરકાર ના વેન વિભાગ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું જોકે દિયોદર તાલુકા માં ત્રણ ત્રણ એવોર્ડ આવતા આ ત્રણેય મહાનુભાવો નું આજે દિયોદર પ્રેસ કલબ ના સભ્યો દ્વારા શિલ્ડ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ,તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, s.p.c.a. વાઇસ ચેરમેનજે બી દોશી,જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, પોલીસ સલાહકાર સમિતિ સભ્ય ચેલાભાઈ પટેલ,ધનાભાઈ ઠક્કર,મુકેશભાઈ ઠાકોર (કોતરવાડા)વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા