વિદ્યાર્થીઓ ભણતર ક્ષેત્રે આગળ વધે તે માટે દરેક સમાજ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવી રહ્યા છે આજે શિક્ષણ ક્ષેત્રે દરેક સમાજ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે ખાસ કરીને પોતાના સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી પોતાના સમાજ અને દેશનું નામ રોશન કરે તે હેતુથી હાલમાં દરેક સમાજ દ્વારા પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે દરજી સમાજના વિદ્યાર્થીઓ અને અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનો દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ દરજી સમાજના વિવિધ ક્ષેત્રે સારી નોકરી કરતા અધિકારીઓનું પણ આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરાયું હતું આજે યોજાયેલા આ સન્માન સમારોહ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સમાજમાં યુવાનો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો