ડીસા તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ હવે 590 સરપંચ અને 1339 સભ્યો મેદાનમાં રહ્યા છે.જેની આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.જે અંતર્ગત હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારો તેમજ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પરંતુ કેટલીક વાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મોટી મોટી તકરારો સર્જાતી હોય છે તો ક્યાંક ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે દારૂનું પ્રલોભન આપતા હોય છે.ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે આજે ડીસા તાલુકા પોલીસ મથકના પી.આઈ એમ.જે ચૌધરી દ્વારા ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાં સ્થાનિક લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં પી.આઈ દ્વારા લોકો શાંતિ પૂર્વક ચૂંટણીમાં ભાગ લઈ મતદાન કરે તેમજ પ્રચાર કરે તે માટે પણ જણાવ્યું હતું.આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે યોજાયેલ બેઠકમાં પણ ખાસ તાલુકા પોલીસ મથકના પી.આઈ દ્વારા ચૂંટણીમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને લઇ કેવો માહોલ સર્જાય છે એ તો હવે આવનારા સમયમાં પ્રચાર-પ્રસાર શરૂ થાય તે બાદ જ ખબર પડશે.