ગુજરાત માં દરેક સમાજના લોકો શૈક્ષણિક ક્ષેત્રે દિવસેને દિવસે આગળ વધી રહ્યા છે ખાસ કરીને આજે સરકારી ભરતીઓમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા હોય છે અને તેની તૈયારીઓ પણ કરતા હોય છે આજે નાનામાં નાના સમાજના વિદ્યાર્થીઓ સતત મહેનત કરી અને સરકારી પરીક્ષા પાસ કરી પોતાના સમાજ અને ગામનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે અન્ય સમાજની હરોળમાં નાઈ સમાજના વિદ્યાર્થીઓ પણ આગળ આવે અને સરકારી પરીક્ષાઓ પાસ કરે તે માટે આજે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ નાઈ સમાજની વાડી ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો આ સેમિનારનો ખાસ ઉદ્દેશ્ય અન્ય સમાજની દીકરીઓ જે આજે પોતાના પરિવારથી દૂર રહી અને સરકારી નોકરીઓ કરી રહી છે તેમની સરખામણીમાં નાઈ સમાજમાં પણ દીકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે અને સરકારી નોકરી તરફ ફરે તે માટે ખાસ શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો આજે યોજાયેલા આ શૈક્ષણિક સેમિનારમાં તજજ્ઞો દ્વારા પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓને સરકારી પરીક્ષાઓમાં કઈ રીતે તૈયારીઓ કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ શૈક્ષણિક સેમિનારમાં મોટી સંખ્યામાં નાઈ સમાજના આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓ પરીક્ષાાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો