મહેસાણા જીલ્લા ના મકતુપુરગામ ના વતની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની આજે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે..બાબુભાઇ દેસાઈ વર્ષ 2007 થી 2012 સુધી ધારાસભ્ય તરીકે ફરજ બજાવી છે.મૂળ મકતુપુર ના વતની અને વર્ષોથી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને સેવાકીય પ્રવૃત્તિ કરતા બાબુભાઈ દેસાઈની આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબુભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે અને વર્ષોથી તેઓ દરેક સમાજના લોકો સાથે સંકળાઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. ભાજપમાં પણ તેઓ વર્ષોથી અનેક ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે જેથી આજે ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં વસતા રબારી સમાજ તેમજ તમામ લોકો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા ના પૂર્વ ધારાસભ્ય ને રાજ્ય સભામાં સ્થાન મળતા ખુશીનો માહોલ છવાયો છે.