યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ થરાદ-વાવ- વિસ્તાર માં છેલ્લા ચાર-પાંચ દિવસ થી જે કોરોના મહામારી એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જે ખુબ જ ચિંતા જનક છે.. હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા બે દિવસથી કોઈ પણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી . ઓક્સિજન , ઇન્જેક્શન નીપણ ખૂબ જ તંગી છે, જ્યારે વેન્ટિલેટર ની તો ભારે મુશ્કેલ પરિસ્થિતી છે. એમા પણ જે છેલ્લા બે દિવસથી ૩૫ થી ૪૦ વર્ષની ઉંમર નાં જે લોકો મૃત્યુ દર વધ્યો છે તે ખૂબ જ ગંભીર અને ચિંતા જનક છે.આવા સમયે આવનાર ચાર - પાંચ દિવસ પછી થી જે લગ્ન ગાળાની મોટા પાયામાં સિજન ચાલુ થઈ રહી છે ત્યારે દરેક સમાજ ના વડીલોને નમ્ર અપીલ કે આવા સંજોગો માં જમણવાર, મેળાવડા સદંતર બંધ રાખી ખૂબ જ ઓછી અને મર્યાદિત સંખ્યામાં પ્રસંગ થાય એ સમાજ હિત માં ખૂબ જરૂરી છે , વહિવટી તંત્ર દ્વારા પણ ખૂબ જ કડક રીતે અમલ થાય તે માટેનું સંપૂર્ણ માળખું ગોઠવી કામે લાગેલ છે, દરેક પ્રસંગ ની જીણવટ થી માહિતી એકઠી કરી ગ્રામ પંચાયત લેવલે સરપંચ, તલાટી, સર્કલ ઓફીસર, બીટ જમાદાર વગેરે ની જવાબદારી ફિક્સ કરવામાં આવેલ છે , જેથી કાયદાકીય ચુંગાલ માં પણ આવવાની શકયતાઓ રહેલ છે..રાજપૂત સમાજ ના આગેવાનો દ્વારા પરિસ્થિતિ ને લઇ આહ્વાન કરાયું છે આ બધીજ પરિસ્થિતી ને ધ્યાન માં રાખી લગ્ન પ્રસંગો ખૂબ જ સીમિત સંખ્યામાં પૂર્ણ કરવા એ આપણી ફરજ તથા આપના પોતાના હિત માં , સમાજ ના હિતમાં, માનવ જાતના હિતમાં હોઈ આપ સૌને "હું નમ્ર અપીલ કરુ છું.." સાથે સાથે જે પણ વ્યક્તિ ને કોરોના રસીનો ડોઝ નાં લીધો હોય તેમને પણ તાત્કાલિક રસી લઈ લેવા વિનંતી છે, કારણ કે રસી લીધા પછી જો કોરોના થાય તો પણ તેમને ગંભીર પરિસ્થિતી પેદા થતી નથી અને રોગને જીવલેણ સ્ટેજ સુધી નથી પહોચવા દેતી માટે સૌને રસી નો ડોઝ પણ લઈ લેવા વિનંતી છે.. નમ્ર વિનંતી ને માન આપી રાજપૂત સમાજ માં તમામ ભોજન સમારંભ મોકૂફ રાખેલ છે
રાજપૂત સમાજ ના આગેવાનો દ્વારા વકરતા કોરોના ના કેશો ને લઇ કરાઈ અપીલ .

Leave a Comment